પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર ₹. 5000/-સુધીની છૂટ. ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી. સંપર્ક : – 9426504040, 9925321762
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરાના લીંબડીયા ગામનાં શિક્ષકની નોકરી કરતા છત્રસિંહ પૂંજાભાઇ પણદાની મોટર સાયકલ સ્પ્લેન્ડર નો નંબર GJ-20 AB-4522 છે. તેઓ તેઓના મિત્રને ત્યાં હોળીના તહેવાર નિમિત્તે સાંજના હોળી દર્શન માટે તેઓની પત્ની સાથે મળવા ગયેલ હતા અને સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓના મિત્ર મુકેશના ઘર નજીક બાઈક લોક કરીને મુકેલ અને તેમની પત્ની અને મિત્ર સાથે હોળીના દર્શન કરવા ગયેલા અને દર્શન કરી રાતના સાડા નવ વાગ્યે પરત ફરતા જે જગ્યાએ બાઈક મુકેલ હતી તે જગ્યાએ જોતાં બાઈક જોવા મળેલ ન હતી અને આજુબાજુ તપાસ કરતાં મળી આવેલ ન હતી. જેથી તે કોઈ ચોર ઈસમો મોટરસાઈકલ ચોરી ગયા હોઈ અને તે કોણ ચોરી ગયું તે અમોને ખબર નથી. જેથી અમો પોતે ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવે જે અમારી ફરિયાદ નાં આધારે વધુ તપાસ કરવા ફતેપુરા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.