PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં MGVCL દ્વારા વીજચોરી અને વિજળી બિલના નાણાં ન ભરનારોના ત્યાં ચેકીંગ આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા MGVCL કંપની દ્વારા વસૂલાત માટે ૧૬ ટીમો બનાવી હતી. ઉપલી કચેરી દ્વારા લક્ષ્યાંક પૂરો કરવા માટે છેલ્લા પંદર દિવસથી તનતોડ મહેનત કરતાં હતાં, તેમાં વસૂલી માટે વર્તુળ કચેરી અને વિભાગની કચેરીના માર્ગદર્શન મુજબ સ્થાનિક કચેરીના બિલિંગ વિભાગના લાઈન સ્ટાફના કર્મચારીઓ દ્વારા સતત વસુલાતની કામગીરી કરાતી હતી. કચેરી દ્વારા ૧૩૨.૦૦ લાખનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેમાંથી માર્ચ દરમિયાન વસૂલી ૧૦૨.૪૫ લાખ જેવી રકમની વસૂલાત થઈ હતી અને આજ રોજ તા.૩૧ માર્ચ ૨૦૧૮ શનિવારની કુલ વસુલાત ૧૦.૬૧ લાખની થઈ હતી.
જુનિયર એન્જિનિયર દ્વારા વીજ ચોરી માટે ૭ ટીમોની રચના કરી ચેકિંગ કરતા ૩૫ કનેક્શનો ગેરકાયદેસરના પકડાયા હતા એમાંથી દંડની રકમ ૧.૫૬ લાખ જેટલી થઇ હતી. MGVCL ના નાયબ અધિક્ષક આર.પી.બામણીયા અને સિનિયર આસિસ્ટન્ટ કે.કે. ગરાસીયા દ્વારા જણાવેલ કે હજુ પણ વસૂલાત માટે સતત કામગીરી કરવામાં આવશે અને MGVCL કંપનીના નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે જેમાં વીજચોરી કરનારા અને બીલના નાણાં ન ભરનારા ગ્રાહકોમાં ભારે અફડાતફડી અને ફફડાટ ફેલાઇ ગયો હતો.