દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાના વિસ્તારમાં કોઈ ઉદ્યોગ – ધંધા ન હોવાના કારણે તાલુકાની ગ્રામ્ય પ્રજા રોજિંદી રોજીરોટી ની શોધમાં કામ કરવા માટે છોકરાઓ સાથે પોતાના બિસ્તરા પોટલા કપડા વિગેરે સરસામાન લઈ મજૂરીકામ જવા માટે ફતેપુરા બસ સ્ટેશન ઉપર બસોની રાહ જોઈ બેઠેલા જોવા મળી રહ્યા છે. બધી જ બસો ફૂલ થઈને અહીંયાથી જાય છે અહીંયાથી આ લોકો જુનાગઢ ધારી અમરેલી બગસરા કચ્છ ભુજ સુધી મજૂરી શોધી કામગીરી માટે અહીંયાથી બધો સામાન ભરીને નીકળી જાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને થોડા દિવસોમાં ફરી પાછા પૈસા કમાઈ લાવીને પોતાના ઘરે આવે છે
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રોજીરોટી તથા મજૂરી કામની શોધમાં નીકળી પડેલા ગ્રામ્યજનો