દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા થી અમદાવાદ જતી બસ લીમડીયા જતનના મુવાડા પાસે સામેથી ટેમ્પો આવતા સાઈડ આપવા માટે બસનો ડ્રાઈવર બસને સાઇડમાં કરતા રોડની સાઈડમાં કાચા પુરણને લીધે રોડની કિનારી બાજુની માટી દબાઈ જતાં બસ લપસીને ખાડામાં ઉતારી ગઈ હતી એને પલટી મારતા મારતા બચી ગઇ હતી. પેસેન્જરોની ભરેલી બસ જો પલટી મારતી તો હાલત શી થાત ? આ બસમાં બેઠેલ કોઈપણ વ્યક્તિને કોઈ જાનહાનિ કે કોઈને નુકશાન પહોંચેલ નથી. આવી રીતના જ ગઈ કાલે તા.૦૨/૧૦/૨૦૧૯ ને બુધવારના રોજ એક ટ્રક સાઇડ આપવા જતા સાઈડમાં ઉતારતા માટી દબાઈ જતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અને તેને ઘણું બધું નુકસાન પણ થયું હતું. નીચે પથ્થર આવી જવાથી ધરી સાથે વિલ બહાર આવી ગયા હતા. આમ જોતા રોડની સાઇડની પર પુરાણ બરાબર ન હોવાના કારણે આ બીજો એકસીડન્ટ થયેલ છે. જેથી આ બાબતે તંત્ર ધ્યાન દોરે તેવી લોકોએ રજૂઆતો કરી હતી.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા થી અમદાવાદ જતી એસ.ટી.બસ સાઈડ આપવા માટે રોડની સાઈડમાં...