
પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર ₹. 5000/-સુધીની છૂટ. ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી. સંપર્ક : – 9426504040, 9925321762
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસે છેલ્લા આઠ માસથી ખૂનનો ગુનો કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ડી.આઇ.જી. એમ.એસ. ભરાડા અને દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ મિલકત વિરુધ્ધના ગુનાઓ અટકાવવા અને નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા આપેલ સુચના અને ઝાલોદ ડિવિઝનના જાદવ તેમજ સર્કલ ઈન્સ્પેકટર એસ.વી.એડ ના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અને ગુન્હાઓ અટકાવવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી.બરંડા અને પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળેલા અને તેઓને ખાનગી બાતમી મળેલ કે ફતેપુરા પોલીસ સ્ટેશનનો ખુનનો ગુન્હેગાર કનું ગજા પરગીનાઓ બહારગામથી બસમાં બેસીને ફતેપુરા આવે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા બસ સ્ટેશન નજીક કોર્ડન કરી વોચ રાખતા સદર આરોપી ઝડપાઈ ગયેલ અને તેને જેલના સળિયા પાછળ ધકેલી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા સારું ફતેપુરા પોલીસને સફળતા મળેલ છે.


