દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના P.S.I. બરંડા તથા તેઓનો સ્ટાફ ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહેે બાતમી મળેલ કે બે વ્યક્તિઓ પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની અપાચે મોટરસાયકલ નંબર GJ 20-AL 4729 ઉપર રાજસ્થાન બાજુથી કરમેલ તરફ થી માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બિયર ૫૦૦ મી.લી.ની પેટી નંગ – ૧૦ જેની કિંમત ₹. ૨૫,૨૦૦/- તથા રોયાલ બાર પ્રેસ્ટિંગ ગ્રીન વ્હિસ્કીના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટિક ક્વાર્ટર નંગ – ૪૮ કિંમત ₹. ૨,૪૦૦/- તથા અપાચે મોટરસાયકલ કિંમત ₹.૨૫,૦૦૦/- મળી કુલ ₹. ૫૨,૬૦૦/- નો બિન અધિકૃત પ્રોહી મુદ્દામાલનો જથ્થો સાથે રાખી લાઇ આવતા વોચ દરમિયાન ફતેપુરા પોલીસ દ્વારા રંગેહાથે પકડાઈ જતા આ બે ઇસમોને તેઓના નામ પુછતા (૧)રાજેન્દ્ર નાથુ ગરાસીયા ઉ.વ. – ૨૨ વર્ષ, ધંધો – ખેતી, રહે. ભીચોર, તા. ફતેપુરા જી. દાહોદ અને (૨) તેના પાછળ બેઠેલા ઇસમનું નામ અલ્કેશ અમરસિંહ પારગી ઉ.વ. – ૨૨, ધંધો – ખેતી, રહે. ઘૂઘસ પકડી પાડવામાં પોલીસને સફળતા મળેલ અને ત્યારબાદ આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમો આ પ્રોહી પ્રતિબંધક બિયર અને ક્વાર્ટર ચંદુભાઈ પુનકાભાઈ સંગાડા, રહે. હાંડી ફાંટા ચાર રસ્તા, તા.સલોપાટ, જી. બાંસવાડા પાસેથી લાવેલ છે. તેથી ફતેપુરા પોલીસે આ ત્રણે આરોપીઓ ઉપર પ્રોહી એકટની કલમ 65 ઈ, 98 (2), 81 મુજબનો ગુન્હો નોંધી આ બંને આરોપી ઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી ચલાવી રહેલ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસને કરમેલ રોડ તરફથી આવતા ૨ વ્યક્તિઓ પાસેથી દારૂ તથા અપાચે બાઇક સહિત ₹.૫૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મળેલ સફળતા
By NewsTok24
0
405
- Tags
- flash
RELATED ARTICLES