Saturday, February 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસે ઢઢેલા ગામેથી ૧ વ્યક્તિને ₹. ૨૬,૪૬૭/- ના ઇંગ્લિશ...

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસે ઢઢેલા ગામેથી ૧ વ્યક્તિને ₹. ૨૬,૪૬૭/- ના ઇંગ્લિશ દારૂ અને મારુતિ ઈકો ગાડી ₹. ૨,૦૦,૦૦૦/- સાથે મળી કુલ ₹. ૨,૨૬,૪૬૭ ના મુદ્દામાલ સાથે કબજે કરવામાં મળેલ સફળતા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના P.S.I. બરંડા તથા તેઓનો સ્ટાફ ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહેે બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી ઢઢેલા ગામ તરફ આ કામના આરોપીઓ પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાની ગ્રે કલરની મારુતિ ઈકો ગાડી નંબર GJ-01 RL-7955 માં ઇંગ્લિશ દારૂ આવવાનો છે. તે બાતમીને આધારે બે પંચોના માણસોને બોલાવી પંચો તથા સાથેના પોલીસ સ્ટાફના માણસોને બાતમી હકીકતની જાણ કરી ઢઢેલા ગામે રોડ ઉપર વોચમાં ઊભા હતા. તે દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળી મારુતિ ઈકો ગાડી આવતા રોડ ઉપર આડાસ ઊભી કરી તેને ઊભો રાખેલ અને તેની મારુતિ ઈકો ગાડીની પંચોની રૂબરૂમાં ઝડતી તપાસ કરતાં તેમાથી મેગડોવેલ્સ નં. – ૧ ડીલક્ષ કલેક્શન વિસ્કી ઓરીજનલના મારકાના ખાખી બોક્ષ નંગ – ૦૪ જે એક બોક્ષમાં ૧૮૦ મી.લી. ના ક્વાટર નંગ – ૪૮ લેખે કુલ બોક્ષ નંગ – ૦૪ માના ક્વાટર નંગ – ૧૯૨ તથા છુટા ક્વાટર નંગ – ૦૭ મળી કુલ ક્વાટર નંગ – ૧૯૯ ની કિં.₹. ૨૬,૪૬૭/- તથા અંગ ઝડતીમાથી મળેલ મોબાઈલ ફોન કિં.₹.૨૦૦૦/- તથા મારુતિ ઈકો ગાડી કિં.₹.૨,૦૦,૦૦૦/-મળી કુલ કિ.₹. ૨,૨૬,૪૬૭/- નો બિન અધિકૃત પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે રાખી લઈ આવતા વોચ દરમિયાન ફતેપુરા પોલીસ દ્વારા રંગેહાથે પકડાઈ જતા આ મારુતિ ઈકો ગાડીના ચાલકનું નામ ઠામ પુછતા પોતાનું નામ જગદીશભાઇ ઉર્ફે પીન્ટુભાઈ હમીરભાઈ પગી ઉ.વ. – ૨૯ વર્ષ, ધંધો – ખેતી, રહે. રઢું તા.જી.ખેડાનો હોવાનું જણાવેલ. અને આ ઇસમને આ ઇંગ્લિશ દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ છે તેમ પૂછતાં તેઓએ જણાવતા સદર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજસ્થાનના શૈલેષભાઈ નટવરલાલ કલાલ, રહે. ભુગાપુરા, તા.ગાંગડતલાઈ જી.બાંસવાડા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને પોતાના અંગ કબજાની મારુતિ ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લઈ આવવા બદલ કોઈ પાસ પરમીટ કે આધાર પુરાવા હોય તો તે રજૂ કરવાનું કહેતા કોઈ આધાર નહીં હોવાનું જણાવતા તેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળેલ અને ફતેપુરા પોલીસે આ આરોપી ઉપર ફતેપુરા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૮૨૧૦૨૦૨૦૦૩૫૨ પ્રોહી એકટની કલમ ૬૫.ઈ, ૯૮ (૨), ૮૧ મુજબનો ગુન્હો નોંધી આ  આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી ચલાવી રહેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments