દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં Dy.S.P. ડી.આર. પટેલની અધ્યક્ષતા માં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત માં વ્યાજખોરોને ડામવા માટે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે આ લોક દરબાર નાં આયોજનો કરવામાં આવે છે, ત્યારે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે Dy.S.P. ડી.આર. પટેલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. ત્યારે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા તાલુકામાં નીકળેલા વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.
ફતેપુરા નગરમાં લોકોને ઊંચા વ્યાજે નાણાં ધીરીને તેમનું શોષણ થતું અટકાવવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. વ્યાજના દૂષણમાં અનેક પરિવારો બરબાદ થતા સરકારના નક્કી કરેલા વ્યાજના માપદંડ થી વધારે વ્યાજ વસૂલતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વધુમાં, આગામી મકરસંક્રાંતિના પર્વને લઈને ચાઈનીઝ દોરી તેમજ તુકલ ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ તમારા વિસ્તારમાં ચાઈનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ કરે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે જણાવ્યું હતું. ચાઈનીઝ દોરી એ મનુષ્ય તેમજ પશુ-પક્ષી માટે ખતરનાક દોરી હોવાથી અનેક લોકોના જીવ જોખમાયા છે ત્યારે આ જીવનો જોખમાય તે માટે ચાઈનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક ઈસમો ચાઈનીઝ દોરી નું વેચાણ કરે છે જો ચાઈનીઝ દોરીના વેચાણ કરતા માલુમ થશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે એવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું