દાહોદ જિલ્લા પોલીસે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા લીમડીયા ગામે એક મકાનમાંથી RBI ની રૂપિયા 500 ની દરની ચૌદ પાના ઉપર છાપેલી બનાવટી ચલણી નોટો નંગ – 42 કિંમત ₹21000/- તથા નોટો છાપવા માટેના લીલી પટ્ટીવાળા સિક્યુરિટી થ્રેડ વળા કાગળો નંગ 143 તથા કાળી પટ્ટીવાળા કાગળો નંગ -332 ના મુદ્દામાલ સાથે એક મહિલા સહીત બે આરોપીયો ને ઝડપી પડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
તેલંગણામાં ₹ 64 લાખ ના ફેક કરન્સી કેસમાં હુસેન પીરા નામનો ઈસમ પકડાયેલ હતો. જે 2023ના ઓક્ટોબર મહિનાથી દાહોદમાં આવતો જતો હતો અને દાહોદમાં તે દાહોદના લોકોને મળતો હતો. તે જ સમય દરમિયાન રાજસ્થાન પોલીસ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં પણ આજ લોકોના નામો બહાર આવ્યા હતા. જેથી દાહોદ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વિલેન્સ ની મદદ થી તપાસ શરુ કરતા પોલીસને શંકા ગઈ કે ફતેપુરાના લીમડીયા ગામનો કાનજીભાઈ નામનો ઈશમ જે ST મા નોકરી કરે છે અને તે તેલંગાણાથી નકલી નોટોણા મુખ્ય સૂત્રધાર હુસેન પીરા ના સંપર્કમાં રહેલ છે અને તેઓ ઉપર શંકા જતા LCB ના PI S.J રાઠોડ દ્વારા તેમના ઘરે પંચો રૂબરૂ રેડ કરતા છાપેલી નકલી નોટો અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો અને તેના આધારે કાનજીભાઈ અને તેમના પત્ની ની પૂછ પરછ કરી હતી જે દરમિયાન તેઓ એ કબૂલ કર્યું હતું કે 2024ના દસમા મહિનામાં પેથાપુર ના મુકેશ પંચાલ જે શાકભાજી નું કામ કરે છે તેમના દ્વારા હુસેન પીરાણા સંપર્કમા આવેલ હતા અને પોતે નકલી નોટો તથા ખરીદવાની ઈચ્છા દર્શાવતા એક દિવસ મુકેશ પંચાલ, મુકેશ કામોલ અને કાનજીભાઈ હુસેન પીરાને સાથે ભેગા મળી કાનજીભાઈ ના ઘરે લીમડીયા ભેગા મળી પ્રિન્ટર દ્વારા નોટો છાપી અને તેઓ માનપુર હિલ ખાતે એક વ્યક્તિ ને મળ્યા તેને જણાવ્યું કે આનોતો ચાલશે નહી અને કાગળ જાડું છે જેથી સારુ કાગળ ખરીદવા હુસેન પીરા એ તેના પાસેથી ₹80 હજાર રૂપિયા લીધા અને ત્યાર બાદ થોડા મહિનાઓ પછી હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી આવ્યો અને તેઓએ ફરી નોટો છાપી જે પૈકીની આ ₹. 21000 ની નોટો બચી ગયેલી પડી હતી. તે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી અને આરોપીને જેલ ભેગા કરી. આ ગુનામા મુખ્ય સૂત્રધાર હુસેન પીરાને પણ ગુજરાત લાવવાની તજવીજ હાથ ધારી છે. આ આરોપીઓ ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરલા અને ઉત્તરાખંડ સહીત આઠ રાજ્યો ચાલતું નકલી નોટોનું રેકેટ ઝડપાયું હતું. જેનો છેડો દાહોદના ગુજરાતમાં પણ આવી અટક્યો હતો જેને દાહોદ જિલ્લા પોલીસની ટીમે ઝડપી પાડી આરોપીઓને જેલ ભેગા કરી રિમાન્ડ ઉપર લઇ આગળ તપાસ હાથ ધરી છે.