PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર દ્વારા દાહોદ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ બાબતે અને ઝાલોદ ડિવિઝનના બી.વી.જાદવ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી. એડના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ગુનો કરી નાસતો ફરતો આરોપી બોડાભાઈ ઉકાર ભાઈ વાદી સરકારી દવાખાના પાછળ રહેતો હતો અને નાસતો ફરતો હતો. જેથી તેની અંગત માહિતી મેળવી ચોક્કસ બાતમીના આધારે બીટ નંબર એકના જમાદાર તથા P.S.I. એચ.પી. દેસાઈ અને સ્ટાફના માણસોએ સાથે મળી આ આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી આગળ હાથ ધરી છે.