દાહોદ જિલ્લાના ફતેપુરા તુલુકાના મુખ્ય નગર ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિત્તે શાસ્ત્રોક રીતે હથિયારોની સાફ-સફાઈ કરવામાં આવી અને પછી તેની પૂજા કરવામાં આવી હતી. બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોની પૂજામાં ફતેપુરા P.S.I. દેસાઈ સાહેબ સાથે પોલીસ સ્ટાફના માણસો પણ સામેલ રહ્યા હતા. તેમજ બ્રાહ્મણ દ્વારા માતાજીનું હવન પણ કરવામાં આવ્યું હતું. પોલીસના હાજર સ્ટાફજનોએ હોમ હવનનો લાભ લીધો હતો અને હવનના અંતિમ ચરણમાં શ્રીફળની આહુતિ આપી હવનની પૂર્ણાહુતિ કરી હતી.
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શસ્ત્રોની પૂજા અને માતાજીનું હવન કરવામાં આવ્યું