
દાહોદ જિલ્લામાં હોળીના તહેવારને લઈને ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં P.S.I. સી.બી બરંડા અને પોલીસ સ્ટાફ દ્વારા ફતેપુરા નગરમાં હોળીના તહેવારને લઇ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જળવાઇ રહે તે હેતુસર ફતેપુરા નગરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ સ્ટેશનથી લઈ જુના બસ સ્ટેશન થી મેઇન બજાર અને ઝાલોદ ચોકડી સુધી જઈ ફરી ફ્લેગમાર્ચ સાથે રિટર્ન થયા હતા અને આ બાબતમાં વહોરા સમાજ, મુસલમાન સમાજ અને હિન્દુ સમાજના અગ્રરણીઓ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી અને શાંતિ જળવાઈ રહે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.


