PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના બસ સ્ટેશનની બહારનો રોડ વર્ષો સુધી ન બનતા ગ્રામજનોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ ફતેપુરા ગામમાં ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે.
ફતેપુરા બસ સ્ટેન્ડ બન્યા અને દાયકા વીતી ગયા પરંતુ આ રોડ કેમ બનાવવામા નથી આવતો તે સમજાતું નથી તંત્ર અને નેતાઓ બધાને જ ખબર છે પરંતુ તેના પાછળ શું કારણ છે તેની સમજ પડતી નથી. 100 મીટરનો રોડ બનાવવા માટે આટલો બધો વિલંબ કેમ ? આ બાબતે કેટકેટલી વાર જાણકારીઓ આપવામાં આવી છતાં પણ કોઈના કાને કે આંખે ઉડીને દેખાતું નથી. આ એક નિસ્વાર્થની વાત કોઈ ધ્યાન પર કેમ લેતા નથી તે એક પ્રશ્ન છે આમ તો વિકાસ માટે આટલી બધી રજૂઆતો કરવામાં આવે છે તો શું આ વિકાસ નું કામ કે જનહિત નું કામ નથી ? બીજું કે ફતેપુરામાં બજારની અંદર સ્વચ્છતાના નામે ચારે તરફ ગંદકી અને કીચડ જોવા મળે છે આના માટે પણ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ ધ્યાન પર લેતું નથી આખા બજારમાં કીચડ જોવા મળે છે.
ફતેપુરા પાછલા પ્લોટમાં એન્ટ્રી કરતા ત્યાં ચોકડી ઉપર વર્ષો જૂની પાઇપ નાખેલી હતી તે કાઢી નાખેલ છે અને તેની જગ્યાએ એક નિક કરેલી છે ત્યાં આગળ કેટકેટલાએ બાઈક વાળા પડી જાય છે વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. થઈ જશે એવો જવાબ મળે છે, ગ્રામસભાની અંદર કાયમ માટે આ મુદ્દો ચર્ચામાં આવે છે અને તે મુદ્દો લખવામાં પણ આવે છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. પાછલા પ્લોટની અંદર ઉપર જતા નીકો બનાવવામાં આવી છે તે જાણે માટલાનું પાણી કાઢવાનું હોય તેવી રીતની બનાવેલી છે જેથી કરી ત્યાં કાયમ માટે પાણી અને કીચડ જોવા મળતું જ રહે છે આ બાબતે અધિકારી વર્ગ ધ્યાન દોરશે ખરું કે પછી સરકારના સ્વચ્છતા અભિયાનનું સૂરસુરીયું ? અને પીવાના પાણી માટે અગર ઉંડાણથી તપાસ કરવામાં આવે તો ક્યાંથી પાણી કેવી રીતે આવે છે અને કેવી રીતે ગામમાં અપાય છે તે ભેદ ખૂલી શકે તેમ છે ગામમાં જાણે માણસો વસતા જ નથી. પાણી ઢોરોને પીવા માટે આપવાનું હોય તેેવી રીતનું પાણી નળ વાટે આપવામાં આવે છે પાણી માટે હેડપંપ કરવામાં આવ્યા તેમાં પણ વ્હાલાદવાલાની નીતિ અપનાવવામાં આવી છે આ બધી તપાસ થશે ખરી? કે પછી તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં જ રહેશે? આ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.