દાહોદ જિલ્લાના મહિલા સામખ્ય દ્વારા સમાનતા માટે સંવાદ કાર્યક્રમની લીમડી દર્શન હોટલના સભાખંડમા ઝાલોદ અને ફતેપુરા તાલુકાનો કાર્યક્રમ કરવામા આવેલ આ પ્રસંગે ડી.પી.સી. દાહોદ હર્ષિદાબેન પરમાર સી.ડી.પી. ઝાલોદ કોકીલાબેન પટેલ પ્રકૃતિ ફાઉન્ડેશન ઝાલોદ ફારુકઅહમદ આર. શેખ લીમડી પોલીસ મથકના સુરક્ષા સેતુના શંકુતલાબેન સહીત બંને તાલુકાના ની ૧૪થી ૨૨ વર્ષની યુવતીઓ વિશાળ સંખ્યામા ઉપરિથત રહ્યા હતા આ કાર્યક્રમમા જીલ્લામા ચાલતા મહીલા માટે પાંચ મુદ્દા શિક્ષણ, આરોગ્ય, કાયદો, આથિઁક, પંચાયત જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામા આવેલ તથા આદિવાસી સમાજમા ચાલતા દહેજપ્રથા લગ્ન પ્રસંગે ડી.જે. જેવા ખોટા ખર્ચાઓ બંધ કરવા તેમજ ગામની છોકરીઓ શિક્ષીત બને તે માટે જાગૃકતા લાવવા ઉપર ભાર મૂક્યો હતો મહીલા સામખ્ય કાર્યક્રમ ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના શિક્ષણ વિભાગ અને “સ્ત્રી શિક્ષણ સમાનતા અને સશિકતકરણ નો કાર્યક્રમ ચલાવામા આવતુ હોવાનુ જીલ્લા સંકલન અધિકારી હર્ષિદાબેન પરમારએ જણાવેલ તેમજ મહિલાઓ માટે ધણા બધા વિવિધ કાર્યક્રમ કરવામા આવે છે આખા કાર્યક્રમનુ સફળ સંચાલન સંધ્યાબેન ડીંડોડ દ્વારા કરવામા આવેલ હતું.