KEYUR PARMAR – DAHOD
દાહોદ શહેરનું નામ જ્યારથી સ્માર્ટ સીટી માટે સમાવિષ્ટ કરવામાં આવ્યું ત્યારથી દાહોદ શેરના લોકો અને તંત્ર તેમજ ખાસ કરીને તત્કાલીન નગરપાલિકા પ્રમુખે જેતે સમયે બે વર્ષ અગાઉ ખુબ તૈયારીઓ કરી હતી અને ત્યાર પછી પણ દાહોદનું પહેલા બે રોઉન્ડ માં રેટિંગ ઓછું આવતા દાહોદનું ત્રીજા તબ્બકામાં નામ 22માં નંબરે આવી જતા દાહોદ નગર પાલિકાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસર તથા શહેરના તમામ લોકો પણ ખુબ ખુશ થયા હતા.
આ પ્રસંગે દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદીએ દાહોદ શહેરને સ્માર્ટ સીટીમાં સમાવિષ્ટ કરવા બદલ ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીર લાલપુરવાલા, અમિત ઠાકર પ્રભારી દાહોદ, શહેરની જનતા, પાલિકાનો સ્ટાફ તેમજ દાહોદની મીડિયાનો પણ આ અંગે સાથ સહકાર આપવા બાદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.
અને ત્યાર બાદ દાહોદ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, ચીફ ઓફિસર તેમજ નગર સેવકોએ મળીને દાહોદ નગર પાલિકા ચોકમાં ભેગા મળી અને આતીશબાજી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યકત કરી હતી.
આ પ્રસંગે ઉપપ્રમુખ ગુલશન બચાણીએ પણ લોકોનો આભાર માન્યો હતો અને મીડિયાનો પણ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી માટે ઘણા નિર્ણય આકરા પણ લેવા પડેશે તેના માટે જનતાનો સહકાર જોઈશે અને સાચા અર્થમાં જો સ્માર્ટ આપડે બનીશું તો જ દાહોદ શહેરને સ્માર્ટ સીટી બનાવી શકીશું.