EDITORIAL DESK – DAHOD
દેશની તંદુરસ્ત લોકશાહીના જતન માટે મુકત ન્યાયી ચુંટણીઓ સંબધે મતદાર જાગૃતિ માટે સહયોગી બનીએ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર (ઇન્ચાર્જ) સુજલકુમાર મયાત્રા
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧/૧/૨૦૧૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજયની તમામ વિધાનસભા મત વિભાગની મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાના મતદારોમાં જનજાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર (ઇન્ચાર્જ) સુજલકુમાર મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથેની બેઠક જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી સુજલકુમાર મયાત્રાએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા લાયકાત ધરાવતા નવા મતદારો માટે નામ નોંધણી, નામો કમી કરવા કે ઉમેરવા, નામમાં સુધારણા વગેરેનો જુલાઇ-૨૦૧૭ આખો મહિનાનો ખાસ કાર્યક્રમ લોકો માટે લાયકાત મતદારો નામ નોંધણી લોકશાહીને મજબૂત કરવા કટિબધ્ધ બને તે માટે સહયોગ આપવા જણાવ્યું હતું.
વધુમાં સુજલકુમાર મયાત્રાએ જણાવ્યું હતું કે માન્ય રાજકીય પક્ષો દ્વારા બુથ લેવલ એજન્સી નિમણૂક કરી દેવી, બી.એલ.ઓ.ના સંબંધિત ભાગમાં મતદાર તરીકે નોંધણી કરાવવા લાયકાત ધરાવતા પરંતુ મતદાર તરીકે નોંધણી ન થયેલ હોય તેવી તમામ વ્યકિતઓને મતદાર તરીકે નોંધણી કરાવી લેવા સમજૂત કરવામાં આવે, ખાસ કરીને ૧૮ થી ૨૧ વર્ષની વય જુથના લાયકત યુવા નાગરિકોના નામ મતદાર તરીકે નોંધાવવા માટે પ્રયાસ કરવામાં આવે, માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દેશની તંદુરસ્ત લોકશાહીના જતન માટે મુકત ન્યાયી ચુંટણીઓ સંબધે મતદાર જાગૃતિ માટે સહયોગી બને તેમ શ્રી મયાત્રાએ જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એસ. પ્રજાપતિએ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની વિગતવાર રૂપરેખા પૂરી પાડતા જણાવ્યું હતું કે મતદાર યાદીના સેકશનોની યાદીમાં કોઇ સેકશનમાં નામ ભુલ હોય તો તે અંગે સંલગ્ન અધિકારીનું ધ્યાન દોરવા, અવસાન, સ્થળાંતર કે નામ બેવડાતા હોય તો મતદારોના નામની યાદી બુથ લેવલ એજન્ટ મારફત જે તે મતદાર વિભાગના નોંધણી અધિકારીને આપવા, કોઇ વિધાનસભા મતદાર વિભાગના ભાગના વિસ્તારમાં મતદાર યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા વિસ્તારના નામ મતદાર યાદીમાં નોંધવા માટે અધિકારીનું ધ્યાન દોરવું ક્ષતિરહિત અને સંપૂર્ણ મતદારયાદી તૈયાર કરવામાં મદદરૂપ થવા જણાવ્યું હતું.
બેઠકમાં નાયબ માહિતી નિયામકશ્રી નલિન બામણ્યા, રાજકીય પક્ષોના પ્રતિનિધિ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, બહુજન સમાજપાર્ટીના પ્રતિનિધિ, ચૂંટણી શાખાના મદદનીશ અતુલ જોષી (કાકાજી), ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.