THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ સતત સાતમા દિવસે પણ કોરોના વાઇરસનો ફરીથી ધીમી ગતિએ પગ પેસારો થયો હતો. દાહોદ જિલ્લાના કુલ ૦૩ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા રોજે રોજ આવતા કોરોના પોઝીટીવને કારણે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની કામગીરી વધુ થઈ જતા હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ ૨૦૧ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૨૦૧ સેમ્પલો પૈકી ૧૯૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૩ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૩ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.
આજ રોજ તા.૧૧/૦૭/૨૦૨૦ ને શનિવારના સતત સાતમા દિવસે પણ કોરોના વાઇરસનો ફરીથી ધીમી ગતિએ પગ પેસારો થતો જોવા મળ્યો હતો અને કુલ ૦૩ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) સુકલીબેન વિરસિંગભાઈ પરમાર, ઉ.વ. – ૬૦ વર્ષ રહે. ભીલવાડ, દાહોદ, (૨) દિલીપભાઈ ગોપાલદાસ લખવાની ઉ.વ. – ૫૬ વર્ષ, રહે. દાહોદ અને (૩) શંકરભાઇ ગોગાભાઈ, ઉ.વ. ૨૯ વર્ષ, રહે. ભુસકા ફળીયા, ચીલાકોટા, તા.લીમખેડા, જી. દાહોદનાઓ માંથી બે વ્યક્તિઓ પહેલાથી જ ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ થયેલ છે અને શંકરભાઇ ગોગાભાઈમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આ ૦૩ કોરોના પોઝીટીવ વ્યક્તિઓમાંથી ક્રમ ૧ અને ક્રમ ૨ પહેલાથી જ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ક્રમ ૩ ના શંકરભાઇ શ્રીનગર ખાતે લશ્કરમાં જવાન છે તેઓ ત્યાંથી પોતાના વતન ભુસકા ફળીયા, ચીલાકોટા, તા.લીમખેડા, જિલ્લા દાહોદ ખાતે આવેલ પરંતુ તેમની તબિયત સારી ન લાગતા તેમને રિપોર્ટ કરાવતા તેઓ પોઝીટવ આવ્યા હતા. અને આ ત્રણેય વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું અને જે તે વિસ્તારને સેનેટાઇઝ કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે..
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૦૨ અને લીમખેડા તાલુકામાં – ૦૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ ૦૩ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૨૨ થઈ છે. જેમાંથી કુલ ૫૦ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૬૯ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૩ થયો છે.