HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં ગ્રામ પંચાયત, લીમખેડા મામલતદાર તથા લીમખેડા પી.એસ.આઈ. પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર દુધિયા ગામને સેનેટાઇઝ કરાવવામાં આવ્યું.
લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં “કોરોના” વાઇરસનું સંક્રમણ ન થાય તથા ભીડ ન થાય તે હેતુ થી લીમખેડા પ્રાંત ઓફિસર દ્વારા શાકભાજી તથા ફળ ફળાદી વેચાણ માટે અલગ જગ્યા ફાળવવામાં આવી. જેના લીધે એક જ જગ્યા એ ભીડ ન થાય. તથા સવારના 8:00 થી 11:00 સમય દરમ્યાન લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા બજાર આવવા દેવામાં આવે છે. ત્યારબાદ બિનજરૂરી રીતે ફરતા લોકો પર પોલીસ દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી રહી છે. લીમખેડા પ્રાંત કચેરી દ્વારા વેપારી દ્વારા વધુ ભાવ ન લેવામાં આવે તે હેતુ થી શાકભાજીનું ભાવપત્રક મુકવામાં આવ્યું છે. જેના કારણે લોકોને વ્યાજબી ભાવે જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે. તથા કાળાબજારી કરનાર વ્યાપારી સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ જાગૃતિના અભાવ ના લીધે લોકો બીનજરૂરી ફરતા જોવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા કરિયાણાની દુકાને ભીડ ન થાય તે માટે દુકાનો ની આગળ ડિસ્ટન્સ રાઉન્ડ એક એક મીટરના અંતરે કરવામાં આવ્યા છે. જેથી લોકો વચ્ચે સંક્રમણ થતું અટકે. લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા તમામ પ્રકારે તકેદારી ના પગલાં લેવામાં આવી રહ્યા છે. તથા દુધિયામાં મામલતદાર, એક પી.એસ. આઈ., પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તથા પી.એસ.આઈ. પટણી સાહેબ તથા નકુમ મેડમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તથા લોકોને ભીડભાડ વાળી જગ્યાએ ન જવા તથા તકેદારી રાખવા સમજવામાં આવી રહ્યા છે.