દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ કુણધા ગામમાં આવેલ ૭ ઘરના ફળીયામાં આવેલ અને પ્રાથમિક શાળામાં સંચાલક તરીકે ફરજ બજાવતા વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારે સાવચેતીના ભાગ રૂપે આ ફળીયામાં આવેલ ૭ જેટલા ઘરોને વહીવટી તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આજે તા.૦૭/૦૬/૨૦૨૦ ને રવિવારના રોજ ગરીબી રેખા નીચે જીવતા આ પરિવારોને દાભડા સી.આર.સી. કિરણભાઈ દ્વારા દાળ, ચોખા, તેલ, ખાંડ, લોટ, મરચું સહીત જીવન જરૂરિયાતની સામગ્રીની કીટ આ કન્ટેઈનમેન્ટ કરેલ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી.
HomeLimkheda - લીમખેડાદાહોદ જિલ્લાના લીમખેડાના કુણધા ગામમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલ પરિવારોને રાસન કીટનું વિતરણ...