આજે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીને નાથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા સંગઠનો, જિલ્લા પ્રશાસનો દ્વારા જુદા જુદા પગલાં લેવામાં આવી રહ્યા છે. તદ્નુસાર દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા અને સીંગવડ તાલુકાની ૦૮ જિલ્લા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ ૩૪ તાલુકા પંચાયતની સીટ પર કોરોના પ્રતિરોધક ૧૭,૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ માસ્ક વિતરણ કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર, તાલુકા પંચાયત સર્વે સી.કે.કિશોરી, મુકેશભાઈ ભાભોર, પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા, જિલ્લા મહામંત્રી દીપેશભાઇ લાલપુરવાલા, મંડલ પ્રમુખ રતનસિંહ રાવત, મંડલ મહામંત્રી સર્વે, અનિલ શાહ, રમેશભાઈ નિનામા, અગ્રણી સર્વે સ્નેહલભાઈ ધરીયા, ડો.એ.પી. પટેલ, મંગુભાઈ મુનિયા, સરતનભાઈ ડામોર, રમીલાબેન રાવત, રૂપસિંહભાઈ માવી, સરતનભાઈ ચૌહાણ, નારસીંગભાઈ પરમાર, મહેશભાઈ પટેલ, હરેશભાઈ બારીયા સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તબક્કે જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરે ગ્રામીણોમાં કોરોનાની મહામારીનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક ફરજિયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા જણાવ્યુ હતુ.