HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની નવીન શિક્ષક સંઘની ટીમની રચના રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા તા.૦૮/૦૮/૨૦૧૯ ને ગુરુવારના રોજ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે રાકેશભાઈ બારિયા, ઉપાધ્યક્ષ તરીકે હિમાંશુ પટેલ, મંત્રી તરીકે શનુભાઈ ભાભોર તથા સંગઠન મંત્રી તરીકે નારાયણરાવ સહિત ૨૦ જેટલા મિત્રોને વિવિધ જવાબદારી સોપવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ બળવંત ડાંગર, મંત્રી તરીકે નીતેશ પટેલ, બારિયાના પ્રમુખ કિશનભાઈ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાથી વિષ્ણુભાઈ પટેલ અને મનહરભાઇ હાજર રહ્યા હતા. ગાયત્રી પરિવારના અમરતભાઇ પ્રજાપતિએ શિક્ષક મહાસંઘની લીમખેડાની નવી ટીમને શુભેચ્છા અને અભિનદન આપ્યા હતા.