HIMANSHU PATEL –– LIMKHEDA (DUDHIYA)
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના વાઈરસ” ના કહેર થી બચવા ડિસ્ટન્સ રાઉન્ડ કરી એક – એક મીટરના અંતરે પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લોકો ખરીદે તથા “કોરોના વાઇરસ” થી બચે તે હેતુ થી દરેક કરિયાણાની દુકાને ડિસ્ટન્સ રાઉન્ડ કરી વ્યાપારીને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું. તથા મોં પર “માસ્ક” પહેરી હેન્ડ વોશ માટે સૅનેટાઇઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. વ્યાપારની સાથે સાથે પોતાની અને પોતાના પરિવારના આરોગ્યની કાળજી રાખવી ખુબ જરૂરી છે. તેમ જણાવ્યું હતું. તેમજ આરોગ્ય ટીમ દ્વારા ડિસ્ટન્સ રાઉન્ડ દુકાનો પર કર્યા હતા.