દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આદર્શ ગામ દુધિયામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખી કોરોના જનજાગૃતિ રેલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યોજવામાં આવી.
દુધિયા વ્યાપાર માટે હબ છે ત્યારે દિવાળીના તહેવારોમાં આજુબાજુ ના લોકો મોટી સંખ્યામાં વ્યાપાર માટે દુધિયા આવે છે. ત્યારે મોટી ભીડ જોવા મળે છે. ત્યારે કોરોના નું સંક્રમણ ના વધે તે માટે તકેદારી ના ભાગ અને લોકોમાં જાગૃતિ આવે તે માટે દુધિયા PHC અને CHC દ્વારા એક જનજાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી. જેમાં માસ્ક – સોસીયલ ડિસ્ટન્સ -અને સૅનેટાઇઝ ના ઉપયોગ વિશેના સૂત્રો અને બેનર દ્વારા જન જાગૃતિ નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય વિભાગના ડૉક્ટર, નર્સ સહીત તમામ કર્મચારી દ્વારા દુધિયા સમગ્ર ગામ દુધિયા ચોકડી સહીતના વિસ્તારમાં રેલી યોજી લોકોમાં કોરોના રોગ સામે રાખવાની કાળજી અને સલામતી અંગેની જાણકારી આપવામાં આવી હતી.