THIS NEWS IS SPONSOR3D BY –– RAHUL HONDA
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવાના માત્ર બે જ ઉપાય કારગર છે. (૧) સોશિયલ ડીસ્ટન્સિંગ, (૨) માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ. લોકડાઉનમાં બધા જ્યારે ઘરમાં જ રહે છે, ત્યારે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની જાતે સીવણ કાર્ય કરી માસ્ક બનાવી વિતરણ કરી રહ્યા છે. આ અંગે નરેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું કે અમારા બાપુજી પાસેથી અમેં નાનપણમાં સીલાઇ કામ શીખેલ, દિવસે ઘરે બેસી રહીએ તેના કરતાં કેમ ન માસ્ક બનાવીએ ? મને બપોરના સમયે જ્યારે પણ સમય મળે ત્યારે ઘરે જ સિલાઈ કરી માસ્ક બનાવુ છું અને આજુ બાજુના જરૂરિયાત મંદ લોકોને તે માસ્ક આપી દઈએ છે, આમ જાતે સિવવાથી સમય પણ પસાર થાય છે અને આવડત નો ઉપયોગ કરી કૈક કરવાનો સંતોષ પણ પ્રાપ્ત થાય છે.
લોકડાઉનમાં ખરેખર નરેન્દ્રભાઈ સોની દ્વારા જાતે સિલાઈ કરી માસ્ક બનાવવાની વાત થી બહુ લોકોને પ્રેરણા મળી રહી છે, ત્યારે તેઓ અપીલ કરતા જણાવે છે કે જેને પણ સિલાઈ કાર્ય આવડતું હોય તેઓએ પોતાનાથી બનતા માસ્ક બનાવી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવા જોઈએ.