દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં લીમડી તથા દેવ. બારિયા તાલુકાનાં સબ ડિવિઝન હેઠળના વિવિધ ગામોમાં તા.૨૪/૦૩/૨૦૨૨ ના રોજ એમજીવીસીએલ દ્વારા બોર્ડર વિંગ સુરક્ષાકર્મીઓ સાથે રાખીને વીજ બિલના બાકી લેણાંની વસૂલાત કરવામાં આવી. જેમાં કુલ ૩૯૨ ગ્રાહકના વીજ બિલના લેણાંની રકમ રૂ. ૧૪.૬૬ લાખની રકમ વસૂલ સ્થળ પર વસૂલ કરવામાં આવી અને કુલ ૩૭ ગ્રાહકના વીજ બીલના બાકી લેણાંની રકમ રૂ.૨,૦૦,૦૦૦/- સ્થળ પર ભરપાઈ ન કરતા વીજ મીટર તથા સર્વિસ વાયર કબજે લીધેલ છે. સદર ઝુંબેશ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી સઘન રીતે ચાલુ રાખવામાં આવશે. જેની સર્વે વીજ ધારકોએ નોંધ લેવી.
દાહોદ જિલ્લાના લીમડી અને દેવ. બારિયામાં સબ ડિવિઝન હેઠળ વિવિધ ગામોમાં MGVCL નો સપાટો
RELATED ARTICLES