આથી દાહોદ જિલ્લામાં આવેલ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોને જણાવવાનું કે, વાજબી ભાવની દુકાને રેશનકાર્ડ ધારકોનો, મભય કેન્દ્રોનો, આઇ.સી.ડી.એસ.નો આવશ્યક ચીજ વસ્તુનો જથ્થો કોન્ટ્રોકટરો ધ્વારા નિયત કરેલ વાહનોમાં ડોર સ્ટેપ ડીલીવરીથી વિના મુલ્યે પહોંચાડવામાં આવે છે. જે અંગે વાજબી ભાવના સંચાલકોએ કોઇ વાહન ભાડાના કે જથ્થો ઉતારવાના નાણાં ચુકવવાના નથી કોન્ટ્રોકટરો ધ્વારા કે અન્ય કોઇ વ્યકિત ધ્વારા નાણાંની માંગણી કરવામાં આવે તો અત્રેના ધ્યાને લાવવા જણાવવામાં આવે છે. એમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.