THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં હવે પછીથી પ્રતિ રવિવારે એટલે કે તા.૦૪/૦૭/૨૦૨૧ થી જે વેપારી મિત્રો પોતાના વેપાર ધંધા શરૂ રાખવા ઇચ્છતા હોય તે રાજ્ય સરકારના જાહેરનામા મુજબની સમય મર્યાદા તથા કોવિડ સંક્રમણની આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અનુસાર ચાલુ રાખી શકે છે.
હાલમાં કોરોના વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં સમગ્ર દેશવાસીઓ માટે બહુ ઘાતક સાબિત થઈ રહી હતી. કોરોનાની બીજી લહેરના પ્રારંભ સાથે પૂર્વ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા દર રવિવારના રોજ વાણિજ્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો અને પ્રત્યેક રવિવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં નગર પાલિકા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવતી હતી.
હાલમાં દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો હોય જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર હાસકારો અનુભવી રહી છે. અંદાજે દોઢ વર્ષથી દર રવિવારે દાહોદ જિલ્લામાં વાણિજ્ય પ્રવૃત્તિઓ પર પૂર્વ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા કોરોનાની પરિસ્થિતિ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, ત્યારે દાહોદ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ડો. હર્ષિત ગોસાવી દ્વારા દાહોદ જિલ્લામાં પ્રતિ રવિવારે એટલે કે તા.૦૪/૦૭/૨૦૨૧ થી દરેક વેપારી પોતાના વેપાર-ધંધા શરૂ રાખવા ઈચ્છતા હોય તેઓએ રાજ્ય સરકારનાં જાહેરનામાની સમયમર્યાદામાં રહી હતા તથા સોસિયલ ડિસ્ટન્સિંગ સાથે વાણિજ્ય પ્રવૃત્તિ ચાલુ રાખી શકશે. જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી દ્વારા આ નિર્ણય કરતાં જિલ્લાના સમગ્ર વેપારી આલમમાં આનંદનો ઉન્માદ જોવા મળી રહ્યો હતો. હવેથી દર રવિવારે વેપારી પોતાના ધંધા-રોજગાર શરૂ કરી શકે છે. પરંતુ સરકારની ગાઈડલાઇનનું પાલન કરીને અને સાવચેતી રાખી બજારમાં ભીડ ન કરે અને S – M – S (સોસિયલ ડિસ્ટન્સ – માસ્ક – સેનેટઇઝર) નું પણ પાલન કરી કરે તે હિતાવહ છે.