દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં અમદાવાદ થી આવેલ મુકેશભાઈ કોરોના મુક્ત થતા સજા થઇ રાજીખુશીથી ઘરે આવિયા.
વધુ પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી મથકે ચાલીફળીયામા રહેતા પ્રકાશ જગન્નાથ ધોબીનાના બનેવી તા.૧૯/૦૫/૨૦૨૦ ના રોજ અમદાવાદ થી સંજેલી આવ્યા હતા. ત્યારે સંજેલી આરોગ્ય ખાતાએ આ પરીવારને હોમ કવોરંટાઈન કરવામા આવ્યા હતા. જયારે તા.૨૩/૦૫/૨૦૨૦ ના રોજ મુકેશભાઈ મગનભાઈ અંશેરીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને 108 ની મદદ થી દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને દાહોદ ખાતે તેમની સારવાર કરવામાં આવી હતી. કોરોનાને માહત આપી આજે તા.૦૨/૦૬/૨૦૨૦ ને મંગળવાર ના રોજ દાહોદ ખાતેની ઝાયડસ હોસ્પિટલમાંથી તેઓ સ્વસ્થ થતા આજે રજા આપવામાં આવી હતી. જેથી સંજેલી નગર માં આનંદ છવાઈ ગયો હતો. સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા ત્યાંનો સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ઉત્સાહ ભેર તેઓને ચાલી ફળિયામાં આવેલ તેમના સાસુરાલમાં પ્રકાશ જગન્નાથ ધોબીના ઘરે મુકવા આવ્યા હતા. ત્યારે તેમના પરિવારમાં અનેરો ખુશીનો આનંદ છવાઈ ગયો હતો અને તેમને ફટાકડા ફોડ્યા હતા.
દાહોદ જિલ્લાના સંજેલીના એક વ્યક્તિએ કોરોનાને મહાત આપી ઘરે પાછા ફર્યા
RELATED ARTICLES