
હાલમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગામડે ગામડે કોરોના વોરિયર્સ (આરોગ્ય કર્મચારી) પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમને વર્તમાન સમયે મદદ રૂપ થાય તે હેતુ થી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને લોક સેવા માટે સંજેલીના શ્રી ગારમેન્ટ કાપડના વેપારી ડિમ્પલભાઈ દેસાઈ પરિવાર તરફથી ₹.૧૬,૦૦૦/- ની કિંમત ના 2 થર્મો ટેમ્પરેચરની ભેટ આપવામાં આવી હતી.