
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ગામમાં ઝાલોદ રોડ પર આવેલી સંસ્કાર વિદ્યાલય અને અભિનંદન વિદ્યાલયમાં જ્યાં સુધી શાળાનુ સત્ર શરૂ ન થાય ત્યાં સુધી સત્ર ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સંચાલકે વાલી મીટીંગ બોલાવી સત્ર ફી માફ માટે વાલીઓને જાણ કરી હતી.
દેશમાં કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા શાળા કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા છે. ત્યારે હાલ શાળાઓમાં સત્ર ફીને લઈને સરકારે પચ્ચીસ ટકા સત્ર ફીમાં રાહત આપી છે. ત્યારે સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલી સંસ્કાર વિદ્યાલય અને અભિનંદન માધ્યમિક શાળામાં સંચાલક રતનસિંહ બારીયા દ્વારા શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 12 મા 456 જેટલા તમામ વિદ્યાર્થી ભાઇબહેનોને જ્યાર સુધી શાળા બંધ રહે ત્યાર સુધી સત્ર ફી માફ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે આજે તા.૦૩/૧૦/૨૦૨૦ ને શનિવારના રોજ વાલી મીટીંગ બોલાવી હતી, કોરોના મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ખૂબ જ દયનિય સ્થિતિમાં હોય આદિવાસી વિસ્તારના વિદ્યાર્થી અને વાલીઓ અને શાળા દ્વારા કોઈપણ પ્રકારની ફી શાળા દ્વારા નહી લેવા માટે સ્વેચ્છિક રીતે પણ ફી લેવામાં આવશે નહીં. ચાલુ સત્ર થી લઈને જ્યાં સુધી સરકારના આદેશ પ્રમાણે શાળાઓ ચાલુ નહીં થાય ત્યાં સુધી ધોરણ ૧ થી ૧૨ ની કુલ સંખ્યા 456 જેટલા વિદ્યાર્થી ભાઈબહેનો પાસે શાળા દ્વારા ફી લેવામાં આવશે નહીં. પંચમુખી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક રતનસિંહ એમ બારીયા.એ વાલી મીટીંગ યોજી શાળાના સ્ટાફ દ્વારા લોકોને જાણ કરવામાં આવી. આ મિટિંગમાં વિરોધ પક્ષના નેતા રણછોડભાઈ પલાસ, રામસિંગભાઈ ચરપોટ, નારસિંગભાઈ બામણીયા અને તેરસિંગભાઈ ચારેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.