દાહોદ જિલ્લાના સંજેલી મથકમાં આવેલ કરિયાણાઓની દુકાનો ઉપર તથા સ્ટોર પાસે તેમને તેમની જાતે જ દુકાન પાસે અતંર જળવાય રહે તે માટે એક – એક મીટર દૂર સર્કલ બનાવ્યા હતા. કોરોનાની મહામારીની સામે ટક્કર લેવા સમગ્ર ગુજરાત સજ્જ થયું છે ત્યારે સંજેલી તાલુકામા આવેલ કરિયાણાની જુદી જુદી દુકાનો ઉપર તેમની જાતે જ દુકાન પાસે અંતર જળવાય રહે તે માટે સર્કલ બનાવ્યા હતા. જેથી કરિયાણાની દુકાનો ઉપર જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા આવતા ગ્રહકો વચ્ચે 3 ફૂટ નું અંતર જળવાઈ રહે તેમજ કોરોના જેવા ચેપી રોગથી બચી શકે તે માટે તેમની દુકાને કોઈપણ માલ સમાન ખરીદી કરવા આવતા લોકો વચ્ચે ચોક્કસ અંતર જળવાય તે માટે સંજેલી આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ સંજેલી પોલીસ અધિકારીઓ નગર માં ફરિ ને દુકાનદારો ને સૂચના આપી હતી.
દાહોદ જિલ્લાના સંજેલીમાં વેપારીઓએ જાતે જ તેમની દુકાન પાસે અંતર જળવાય રહે તે માટે એક – એક મીટરના અંતરે બનાવ્યા સર્કલ
RELATED ARTICLES