દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનારા પાંચ દુકાનદારો વહેલી સવારથી જ તેમની દુકાન ખોલીને બેસી જતા હતા. સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. દુકાનદારો તેમની રોજીરોટી કમાવવા માટે આજે વહેલી સાવરથી જ દુકાન ખોલી દીધી હતી, પરંતુ હાલમાં કોરોનાને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ યથાવત હોય માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ સંજેલીના ઝાલોદ રોડ ઉપર આવેલ એક ચાની દુકાન વહેલી સવારે ખોલીને બેસી જતા સંજેલીના ઈરફાન રજાક તૂરા તથા (2) સગીર સત્તાર મોડાસીયા ડિસ્લેરી ફળિયામાં પશુ આહારની દુકાનની આડમાં બીજી પરચુરણ ચીજવસ્તુઓ વેચાણ કરતા હોવાની સંજેલી પોલીસને બાતમી મળી હતી તથા (3) પપ્પુભાઈ પન્નાલાલ જીનગર (4) ગોવિંદભાઈ વધીચંદ જીનગર (5) રાહુલકુમાર રાજેન્દ્રકુમાર કલાલ રહેવાસી સંજેલી મંગળ બજારમાં આજે તા.૨૨/૦૪/૨૦૨૦ ને બુધવારના રોજ વહેલી સવારે પોતાની દુકાન ખોલીને બેસી જતા સરકારના જાહેર નામાનો ભંગ કરતાં હોઈ સંજેલી મહિલા P.S.I. ડી. જે. પટેલ તથા પોલીસ સ્ટાફ દોડી આવી આવા દુકાનદારોને ઝડપી પડ્યા હતા. તથા જાહેરનામાનો ભંગ સબબ આ પાંચ દુકાનદારો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના સંજેલીમાં પાંચ દુકાનદારો જાહેરનામાનો ભંગ કરતા રંગેહાથ ઝડપાયા
RELATED ARTICLES