Saturday, February 1, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીમાં માસ્ક વગર રખડતા યુવકનો મોબાઇલ જપ્ત કરી દંડ વસૂલ કરવામાં...

દાહોદ જિલ્લાના સંજેલીમાં માસ્ક વગર રખડતા યુવકનો મોબાઇલ જપ્ત કરી દંડ વસૂલ કરવામાં આવ્યો

સંજેલી નગરમાં માસ્ક વગર રખડતા લોકો અને વેપારીઓ પાસેથી ૧૧૦૦૦ દંડ વસુલાયો.
દાહોદ જિલ્લાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિના અવર જવર કરતા લોકો તેમજ વેપારીઓ દ્વારા વેપાર ધંધો કરાતા પ્રાંત અને પંચાયતની ટીમ દ્વારા રૂપિયા ૧‍૧,૨૬૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો. જ્યારે એક યુવક પાસે દંડની રકમ ન હોવાથી મોબાઇલ જપ્ત કરી દંડ વસૂલાયો. કોરોના મહામારીના કારણે  દેશ અને દુનિયામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોરોના વાયરસથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા મોઢા પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝર લગાવવું, કામ સિવાય ઘરની બહાર નિકળવાનુ ટાળવું જેવા અનેક નિયમની વારંવાર સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં જાહેરનામાનો ભંગ કરનાર લોકો પાસેથી પંચાયતને દંડ વસુલવાની સૂચના કરવામાં આવી છે. છતાં પણ લોકો કોરોના મહામારી વાયરસની બીમારીને હળવાશથી લઇ મોઢા પર માસ્ક પહેર્યા વગર જ બાઇક લઈ અવર જવર કરતાં તેમજ ફરતા લોકોને ઉભા રાખી ૨૦૦ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. એક યુવક પાસે દંડની રકમ ન હોવાથી તેનો મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે વેપારીઓ પણ માસ્ક વગર વેપાર ધંધો કરતા ધક્કે ચડ્યા હતા. તેમની પાસેથી પણ ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ સંજેલી નગરમાં તા.૨૭/૦૫/૨૦૨૦ ને બુધવારના રોજ સંજેલી પ્રાંત અધિકારી એ.જી. ગામિત, મધ્યાહન ભોજન મામલતદાર બી.એસ. સોલંકી, ATVT મામલતદાર તેજસ અમલિયાર, ATDO એન.ટી. બામણીયા, સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી વી.જી. રાઠોડ દ્વારા પોલીસની ટીમ સાથે રાખી માસ્ક વગર હરતાં ફરતાં લોકો પાસેથી રૂપિયા ૧૧,૨૬૦/- કેટલી રકમની વસુલાત કરી હતી. ત્યારે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હોવાની જાણ થતાં જ લોકો માસ્ક પહેરી અથવા રૂમાલ બાંધી બજારમાં હરતા ફરતા જોવા મળી રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments