FARUK PATEL –– SANJELI
- દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ક્વાર્ટર રૂમમાં તાત્કાલિક દવાખાનુ ખસેડવામાં આવ્યુ
- સંજેલી તાલુકા સેવા સદનમાં તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખસેડવા માટેની રજૂઆત કરવામાં આવી છે. : ડૉક્ટર યુ સી લોહરા
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને નવીનીકરણની મંજૂરી મળતા આરોગ્ય કેન્દ્રને તોડવાની કામગીરી શરૂ થતાં નવું સુવિધાજનક સામુહીક આરોગ્ય કેન્દ્ર બનાવવાની વાત વાયુવેગે તાલુકામાં પ્રસરતા તાલુકાના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
એક વર્ષ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ સંજેલી તાલુકાના વાંસિયા ખાતે યોજાયો હતો. જેમાં હાલના સાંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિહ ભાભોર, ધારાસભ્ય રમેશ કટારા દ્ધારા ભાજપા કાર્યક્રરો, ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં PHC માંથી CSC બનેલુ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રને ટૂંક સમયમાં જ અદ્યતન સુવિધાજનક સામૂહિક કેન્દ્ર બનાવવા માટેની જાહેરાત કરી હતી. જે સંજેલી તાલુકાના લોકોનું સપનુ આજે સાકાર થવા લાગ્યું છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે સામૂહિક આરોગ્ય કેન્દ્રની નવીનીકરણ માટે ની મંજૂરી મળતાંમાં જર્જરીત મકાનની તોડફોડ શરૂ થતાની સાથે જ તાલુકાની પ્રજામાં ખુશીની લહેર જોવા મળી રહી છે હાલ દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે સ્ટાફ રૂમોમાં ઇમરજન્સી કેન્દ્ર શરૂ કરવવામાં આવ્યું છે અને સંજેલી તાલુકા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરુ કરવા માટે રૂમો ફાળવવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
નવા મકાનની બાંધકામની મંજૂરી મળતાં જર્જરીત મકાનની તોડફોડ કરવાની શરૂ કરવામા આવી છે. ત્યારે હાલ યુદ્ધના ધોરણે ક્વાર્ટરમાં ઇમરજન્સી સેવા માટે દવાખાનું ખસેડવામાં આવ્યું છે. અને તાલુકા મામલતદાર તેમજ તાલુકા પંચાયતમાં બાંધકામ પૂર્ણ ના થાય ત્યાં સુધી નવા રૂમો ફાળવવા માટેની માગણી કરવામાં આવી છે. : CHC અધિકારી, યુ. સી. લોહરા, સંજેલી.