કોરોનાના વધી રહેલા કેસને કારણે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જાહેરનામું બહાર પાડીને રાત્રીના ૧૦:૦૦ થી સવારના ૦૫:૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરેલ. ત્યારે જિલ્લા પોલીસ વડાએ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની આદેશ કર્યો હતો, ત્યારે સંજેલીમાં કર્ફ્યૂ દરમિયાન લટાર મારવા નીકળેલા ત્રણ શખ્સોને ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
વધુમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે રાત્રીના ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરેલ છે. ત્યારે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇશરે કડક હાથે કામગીરી કરવા માટે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનોને સુચના આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સંજેલી PSI જે.બી.ધનેશા, કોન્સ્ટેબલ રાજુભાઇ લીંબા, વીનુભાઇ પર્વત, શૈલેષભાઇ રમણ, શંકરભાઇ પારગી સહિતનો સ્ટાફ નાઈટમાં કર્ફ્યૂ દરમિયાન ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન સંજેલી તાલુકા પંચાયત પાસે આમિર ઇસ્માઇલ જીવા, માંડલી રોડ પર અલ્પેશ કુકા ડામોર અને હારૂન રજાક જર્મન જિલ્લા કલેકટરના કર્ફ્યુના જાહેરનામાનો ભંગ કરી લટાર મારવા નીકળેલા ત્રણેય યુવકોને ધરપકડ કરી જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી સંજેલી તાલુકામાં બિનજરૂરી તેમજ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળનારાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.