દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે તા.૦૬/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ COVID-19 અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ તેમજ PSI આર.કે.રાઠવા અને આરોગ્ય અધિકારી ડૉ.એમ.એન. આલમ દ્વારા રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ સંજેલી મામલતદાર કચેરીમાંથી નીકળીને સંજેલી નગરમા ફરી હતી. આરોગ્ય કર્મચારીઓ હાથમા બેનરો તેમજ પોસ્ટરો લઈને લોકોને સમજ આપી અને લોકોને આગામી તહેવારોના સમયમાં કોરોના સંક્ર્મણ અટકાવવા રેલી કાઢી પ્રચાર કરવામા આવ્યો હતો
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના જનજાગૃતિ રેલી નીકાળવામાં આવી