દાહોદ જિલ્લાના સંજેલીમાં ધોરણ 10નું હિન્દીનુ પેપર ફુટવાના કૌભાંડ મામલે સંજેલી પોલીસે પાંચની ધરપકડ કરી હતી.
વિગતવાર મળતા એહવાલ મુજબ નાની સંજેલીમાં રહેતા સુરેશ ડામોરે પોતાના પુત્ર ચિરાગ માટે પેપર મંગાવ્યુ હતુ
નાની સંજેલીની આશ્રમશાળાના શિક્ષક શૈલેશ મોતી પટેલે મેથાણના તેના વિદ્યાર્થી અમીત તાવિયાડનો સંપર્ક કરાવ્યો હતો. અમીતે સુરેશને 10.47 કલાકે જ પેપર મોકલી આપ્યુ હતુ. સુરેશે તેના મિત્ર જયેશને પ્રિન્ટ કાઢવાની વાત કરી અને ઘનશ્યામ ચારેલની દુકાને કોપી પહોંચ્યા બાદ પેપર વાયરલ થયુ
ત્યારબાદ અમીત તાવિયાડ પેપર ક્યાંથી લાવ્યો તે મૂળ શોધવાનુ હજુ બાકી છે. ગુજરાતમાં વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રો ફુટવાની ઘટનાઓની ભરમાર સર્જાઇ છે. ત્યારે ધાોરણ 10નુ હિન્દીનુ પેપર પણ લીક થઇ ચુક્યુ છે. જેના મુળિયા દાહોદના સંજેલીમાં હોવાનુ ખુલતાં પોલીસે પાંચ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તા. 9 એપ્રિલના રોજ ધો. – 10ની હિન્દીની પરીક્ષા હતી.જેમાં પરીક્ષા પૂર્ણ થવાના અડધા કલાક પહેલા હિન્દીનુ પેપર આન્સર કી સાથે સોશિયલ મીડીયામાં વાયરલ થઇ જતાં આખાયે રાજ્યમાં ખશભળાટ મચી ગયો છે. તેની સાથે જે ફેસ બુક એકાઉન્ટ પર પેપેર વાયરલ થયુ હતુ તે સંજેલીના ચમારીયાના હોળી ફળિયામાં રહેતાં ઘનશ્યામ જગદીશભાઇ ચારેલનુ હોવાનુ ખુલ્યુ હતુ. તેની તપાસ કરતાં ઘનશ્યામને આ પેપર નાની સંજેલીમાં રહેતાં સુરેશ દલસીંગ ડામોરે 9687866394 નંબર પરથી વોટ્સએપ દ્વારા 1.52 કલાકે જવાબો સાથે મોકલ્યુ હતુ. સુરેશ ડામોરની ઉલટ તપાસ કરતાં તેમનો પુત્ર ચિરાગ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હોવાનુ ખુલ્યુ હતુ.હિન્દી વિષયના પેપર માટે મુળ મહીસાગર જિલ્લાના કાળીબેલના રહેવાસી અને નાની સંજેલીમાં વૃંદાવન આશ્રમશાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક શૈલેશ મોતીભાઇ પટેલે પોતાના ભુતપૂર્વ વિદ્યાર્થી કે જે સીંગવડ તાલુકાના મેથાણમાં રહે છે તે અમીત ભારતાભાઇ તાવિયાડનો સંપર્ક કરાવી આપ્યો હતો.જે આમીત તાવિયાડે હિન્દીનુ પેપર સવારે 10:47 કલાકે મોબાઇલ નંબર 9313554848 પરથી સુરેશ દલસીંગ ડામોેરને મોકલી આપ્યુ હતુ. આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે સુરેશે તેના મિત્ર જયેશ દલસીંગ ડામોરને ફોન કર્યો હતો.જયેશે તેને ઘરે બોલાવીને આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે તેના સંબંધી ઘનશ્યામ જગદીશ ચારેલને મોકલી આપ્યુ હતુ.ત્યાર બાદ આ પેપર વાયરલ થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.જેથી પોલીસે પાંચેયની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.