દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લોકડાઉનના પગલે બંધ રહેલી દુકાનોમાં કેટલીક હોટલો, ફરસાણની દુકાનો બંધમાં જોડાયલી છે. તેના પગલે દુકાનોમાં રાખેલ મીઠાઈ, પેંડા જેવી ચીજ વસ્તુઓ લાંબા સમયથી પડી રહેલ હોવાથી કોઈ દુકાનદાર પૈસાની લાલચે આવી આ વાસી ખાદ્ય વસ્તુઓ વેચી ના શકે તેને ધ્યાનમાં લઇ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ ઝાલોદ તાલુુકાના પ્રાતં અધિકારી તથા સંજેલી મામલતદાર તેમજ આરોગ્ય કર્મચારી અને પોલીસ સ્ટાફ સાથે સંજેલીની સત્કાર નમકીન, બોમ્બે ચોપાટી તેમજ અલગ-અલગ દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું તેમજ સંજેલી ગામમાં બોમ્બે ચોપાટી નામની દુકાનમાંથી માવો તથા અન્ય ખાદ્ય સામગ્રી હાથ લાગતાં તેને કબજે લઇ જમીનમાં દાટી તેેનો નાસ કરી દેવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ફરસાણોની દુકાનોમાં ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરાયું
RELATED ARTICLES