
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ઝુંસા ગામમાં આદિવાસી પરિવાર દ્વારા ખાદ્ય સામગ્રી કીટો બનાવીને નીરાધાર વ્યક્તિઓ અને વિધવા બહેનોને કીટો આપવામાં આવી હતી. જેમાં 5 કિલો લોટ, 2નકિલો ચોખા, 500 ગ્રામ તેલ, 500 ગ્રામ તુવેર દાળ, 100 ગ્રામ હળદર, 100 ગ્રામ મરચું તથા 1કિલો મીઠું જેવી ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી. જે કોઈ ગરીબ પરિવારને મદદની જરૂરિયાત હોય તો તેઓએ ગામના વડીલનો સંર્પક કરવો જેથી કરી ખાદ્ય સામગ્રી મળી રહેશે.