SMIT DESAI –– SANJELI
દાહોદ જિલ્લાના સંજેલો તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં વિજિયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સંજેલી તાલુકામાં અષ્ટમીના રોજ આઈ શ્રી ખોડિયારમાતાના મંદિર, પ્રજાપતિ ફળિયા, કોટા મહાકાળી મંદિર તથા ચમારીયા અંબે માં ના મંદિરે અષ્ટમી નું હવન કરવામાં આવ્યુ હતું, અને આજે તા.૦૮/૧૦/૨૦૧૯ ને મંગળવારના રોજ દશેરાના દિવસે માતાજીના ભક્તો દ્વારા જુદી જુદી જગ્યાએ માતાજીના જવારા ની વાડીઓ ભક્તિ ભાવ સાથે સંજેલી નગરમાં ફરી પુષ્પ સાગર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.