Sunday, April 6, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જાહેરનામાના ભંગ બદલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જાહેરનામાના ભંગ બદલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લોકડાઉનનો ભંગ કરનારા ૦૪ ઈસમો સામે જાહેરનામાના ભંગ બદલ સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પોલીસ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.૧૦/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ વહેલી સવારે P.S.I. ડી.જે. પટેલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે આજે વહેલી સવારે સંજેલી ગામના (૧) ઇમ્તિયાજ રહીમભાઈ ગાન્ડા (૨) નવલભાઇ વાલાભાઇ બારીયા (૩) મુકેશભાઈ સૂર્યકિરણ ભોઈ પોતાની દુકાન ખોલી બેસી જતા જાહેર નામાનો ભંગ થતો હોઈ સંજેલી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ગઈ કાલે પણ યાસીનભાઈ કરીમભાઈ શેખ સામે જાહેર નામાનો ભંગ બદલ સંજેલી પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો.

સંજેલી ગામમાં આવી રીતે લોકડાઉનના સમયમાં બિનઆવશ્યક વસ્તુની દુકાનો ખોલી જિલ્લા કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવા બદલ પોલીસ દ્વારા ફક્ત કેસ જ કરવામાં આવશે ? કેમ જે લોકો જાહેરનામા નો ભંગ કરી દુકાનો ખોલીને બેસે છે તેમની દુકાનો તાલુકા મામલાતદાર કે ગામના સરપંચ દ્વારા સીલ કેમ કરવામાં નથી આવતી ? શું આવા લોકોની દુકાનો કોઈકના દબાણવશ સીલ કરવામાં આવતી નથી અને ફક્ત પોલીસ કેસ કરવા જ કરવામાં આવે છે. કેમ તંત્ર દ્વારા આમ આંખ આડા કાન કરવામાં આવે છે ? તેવું લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments