દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વેપારીઓની જાણે દશા જ બેઠી છે. અગાઉ તા.૧૨/૦૬/૨૦૧૭ ના રોજ સંજેલી ખાતે દબાણ હટાવવામાંં આવ્યું. આ ઝુબેશમાં બસ સ્ટેશન વિસ્તાર, સંતરામપુર રોડ, માંડલી રોડ તથા અન્ય વિસ્તારમાંથી અંદાજે ૩૦૦ થી ૪૦૦ જેટલી નાની મોટી દુકાનો ટૂટી જતા નાના વેપારીઓની આર્થિક રીતે મુસ્કેલીયો વધી ગઈ હતી. માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીઓને કુદરતી રીતે આવેલી કોરોના વાઇરસની મહામારીમાં દેશ ભરમાં લોકડાઉન શરૂ થતા સંજેલી તાલુકામાં પણ ધંધા રોજગાર ઉપર તીવ્ર અસર પડી છે. એ જ રીતે ગામડાના લોકોને પણ પોતાની શાકભાજી વહેંચવા આવતા હતા. તેના વેચાણ ઉપર ભારે અસર જોવા મળી છે. ત્યારે ગઈ કાલે તા.૨૪/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ સંજેલી વિસ્તારના આસપાસના ગામડાઓમાં એવી ચર્ચા ચાલી હતી કે સંજેલીમાં સોમવારે કરફ્યુ નાખવામાં આવ્યો છે. હોમગાર્ડ જવાનો, જી.આર.ડી., એસ.આર.પી., પોલીસ જવાનો બાઈક વાળાને મારે છે આવી ખોટી અફવાના કારણે આજ રોજ તા.૨૫/૫/૨૦૨૦ ને સોમવાર ના રોજ રોજિંદી ચીઝ-વસ્તુઓ ખરીદવા આવતા ગામડાના લોકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. હાલમાં કોરોના વાઇરસ મહામારી વચ્ચે લોકડાઉન નંબર 0.4 માં ગુજરાત સરકાર તરફ થી દુકાનો ખોલવા માટે ની છૂટ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની ગ્રાઈડ લાઈન મુજબ સંજેલીમાં સોસીયલ ડિસ્ટસિંગનું પાલન કરી જાહેર કરેલા વાર પ્રમાણે સંજેલીના નાના મોટા દુકાન દારો સવારના ૦૮:૦૦ થી ૦૪:૦૦ વાગ્યાના સમય મુજબ દુકાન ખોલે છે. પરંતુ બજારમાં કોઈ પણ જાત ની ઘરાકી ન દેખાતા વર્તમાન સમયે વેપારીઓમાં નિરાશા દેખાઇ રહી છે. તસ્વીર માં નિયમ મુજબ દુકાનો તો ખુલે છે પણ કોઈજ વેપાર ધંધો થતો નથી. બજારમાં ફક્ત સન્નાટો જ જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કરફ્યુની અફવાએ બજારમાં જોવા મળ્યો સન્નાટો
RELATED ARTICLES