FARUK PATEL –– SANJELI
સ્વચ્છતા અભિયાનના ડસ્ટબિન અને કચરા પેટીઓ નો અભાવ
સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ નંબર આવ્યો છે. ત્યારે સંજેલી તાલુકા મથકે ઠેરઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ગટરોની પૂરતી વ્યવસ્થા નથી, સ્વચ્છતા અભિયાનના ડસ્ટબિન કે કચરા પેટીઓ એક પણ નથી. આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે ગટરના ગંદા પાણી અને ગંદકીના ઢગલાને કારણે નાના ભૂલકાઓનું આરોગ્યને હાનિકારક. છેલ્લા બે વર્ષથી તાલુકા જિલ્લા તેમજ ગ્રામ પંચાયતને રજૂઆત છતાં પણ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી.
સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ નંબરે આવ્યો છે ત્યારે જિલ્લામાં છેવાડાના સંજેલી તાલુકા મથકે સ્વચ્છતા અભિયાન બાબતે તંત્રની બેદરકારીને કારણે નગરમાં એક પણ ડસ્ટબિન કે કચરા પેટી મુકવામાં આવિ નથી. એક પણ જાહેર શૌચાલય નથી તેમજ ગટરોની પૂરતી વ્યવસ્થાના અભાવને કારણે ગટરોના પાણી માંડલી ચોકડી પર આવેલી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રને પાસે ભરાતાં ગંદકીના કારણે શાળાને આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષથી યોજાયેલી તમામ ગ્રામ પંચાયતોમા તેમજ તાલુકા પંચાયતને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે કોઇ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. હાલ વાલીઓ દ્વારા બાળકોને પણ આંગણવાડી કેન્દ્રમાં મોકલવામાં આવતા નથી. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંજેલી નગરમાં સ્વચ્છતા બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને સંજેલી નગરમાં ગટરોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ સ્વચ્છતાના ડસ્ટબીન મુકવામાં આવે તેમજ જાહેર શૌચાલયો બનાવવામાં આવે જેથી સંજેલી નગરમાં સ્વચ્છતા અભિયાન જોવા મળે.
શું તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરશે? શું તંત્ર દ્વારા કે દાહોદ જિલ્લા કલેકટર દ્વારા સંજેલી ગામના લોકોનો આ તકલીફ થી છુટકારો મળશે ખરો કે પછી “અંધેર નગરી, ચોપાટ રાજા” જેવા હાલ સંજેલી નગરના થશે? એવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.