ઓછો જથ્થો આપતો હોવાની ગ્રામજનોએ રજૂઆત કરતાં બોગસ નોટિસને લઇ લેખિત રજૂઆત.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે કોચર ફળિયામાં સસ્તા અનાજની દુકાનના વેપારી દ્વારા અનાજ ઓછું તેમજ પાવતી આપવામાં આવતી નથી. જેની ગ્રામજનો દ્વારા રજૂઆત કરાતા દુકાન સંચાલક વિરસિંગ સંગાડા દ્વારા BPL રેશનકાર્ડ ધારકોને મામલતદાર કે રેવન્યુ તલાટીની સહી, સિક્કા કે તારીખ નામ વગરની મામલતદાર સંજેલીની બોગસ નોટિસ આપતા ગ્રામજનોએ સસ્તા અનાજની દુકાનના વેપારી વિરુદ્ધ ન્યાયિક તપાસ કરવા લેખિત રજુઆત કરાતા આખા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો.
સંજેલી તાલુકાના હિરોલા કોચર ફળિયા દુકાન સંચાલક પ્રિન્ટેડ પાવતી તેમજ ઓછો જથ્થો આવતો હોવાની કાર્ડ ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સંચાલકે સંજેલી મામલતદાર કચેરીનો મામલતદાર કે રેવન્યુ તલાટીના સહી સિક્કા કે તારીખ વગરની ખોટા અપાયેલા બીપીએલ રેશન કાર્ડ રદ કરવા દોષિતો સામે જાહેર વિતરણ વ્યવસ્થા નિયંત્રણ હુકંમ ૨૦૦૧ હેઠળ ફરિયાદ દાખલ કરવાની બીપીએલ કાર્ડ ધારકોને નોટિસ અપાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઇ ૧૫મી ને બુઘવાર ના રોજ ગ્રામજનોએ દુકાન સંચાલક દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી. હજુ પણ આ દુકાન સંચાલક ગ્રાહકોને પૂરતું અનાજ ન આપતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આવી નોટિસો માત્ર કોચર ખાતે આવેલી દુકાન પૂરતી છે કે પછી આખા તાલુકામાં કે જિલ્લામાં આપવામાં આવી છે તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આ નોટિસ આપવા પાછળનું કારણ શું તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સંજેલી તાલુકામાં મોટા ભાગના ગરીબોને હજુ સુધી પોતાના હકનું અંત્યોદય કાર્ડ ધરાવતા નથી ત્યારે અંત્યોદય કાર્ડનો લાભ માલેતુજારો કે અંગત મળે ત્યાં જ ઉઠાવી રહ્યા છે આમ આ બાબતે પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.
Version > > સંજેલી પુરવઠા મામલતદાર > > સુજલ ચૌધરી > > સંજેલી તાલુકા મામલતદાર કચેરીમાથી આવી કોઇ પણ દુકાન સંચાલકોને બીપીએલ કાર્ડ ધારકોને આપવા માટે નોટિસ આપવામાં આવી નથી માત્ર ચેક લિસ્ટ આપવામાં આવ્યું છે. દુકાન સંચાલકને પૂછતા ઝાલોદ બાજુથી આવી નોટિસ લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
Version > > દુકાન સંચાલક કોચર ગામ > > વિરસીંગભાઇ સગાડા > > BPL કાર્ડ ધારકોને જે નોટિસ આપવામાં આવી છે તે સંજેલી મામલતદાર કચેરીમાંથી આપી છે જેમાં કોઈ પણ જાતની તરીકે સહી સિક્કા કરવામાં આવેલ નથી, તે જ નોટિસો મે BPL ગ્રાહકોને આપી છે