દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્રોમાં ગરમ નાસ્તો અને સુખડીના બીલોમાં સંજેલી ICDS શાખાના કર્મચારી તથા કેટલીક આંગણવાડી સંચાલિકાઓની મીલીભગતને લઇ સર્જાયેલા મોટા નાણાકીય કૌભાંડની ન્યાયિક તપાસ કરવા માટે સંજેલી તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા કાર્યકરોએ આજે તા.,૨૦/૧૦/૨૦૨૦ ને મંગળવાર ના રોજ સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એન.ડી. બામણીયાની કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં સંજેલી ખાતે ICDS શાખાના કર્મચારીઓએ કરેલા નાણાંકીય ભ્રસ્ટાચારની ન્યાયિક તપાસ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના જયેશભાઈ સંગાડાએ જણાવ્યુ હતું કે આ બાબતે અમે રાજ્ય ના મુખ્ય મંત્રીશ્રી ને પણ લેખિત રજુઆત કરી છે
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્રોમાં ગરમ નાસ્તા અને સુખડીના બિલોમાં...