હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક માત્ર માસ્ક જ વેક્સીન છે ત્યારે કેટલાક લોકો કોરોનની ગંભીરતા સમજતા નથી. તે બાબતે સરકારી તંત્ર ખુબજ ચીંતીત છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તા.૨૧/૧૦/૨૦૨૦ ને બુધવારના રોજ સંજેલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એસ.જે. ભરવાડ તથા સ્ટાફ તેમજ સંજેલી મામલતદાર પી.આઈ. પટેલ અને શ્રુજલકુમાર ચૌધરી, સંજેલી PSI તેમજ પોલીસ કર્મીઓ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે સરપ્રાઇસ ચેકિંગમાં નીકળ્યા હતા. અને માસ્ક વિના ફરતા લોકો સામે એક હજારનો દંડ ફટકાર્યો હતો અને લોકોને માસ્ક પહેરવા માટે જરૂરી સુચના આપી હતી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માસ્ક વિના ફરતા લોકો સામે T.D.O., મામલતદાર તેમજ પોલીસ સ્ટાફની લાલ આંખ
RELATED ARTICLES