સંજેલી તાલુકો પ્રધાનમંત્રી કિસાન યોજનામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. – T. D. O. એસ.જે. ભરવાડ
સંજેલી તાલુકા વિકાસ અધિકારી એસ. જે. ભરવાડની સંતરામપુર તાલુકા ખાતે બદલી થતાં આજે વિદાય સમારંભ યોજાયો હતો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એસ. જે. ભરવાડની સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થતાં તાલુકા પંચાયતના સભાખંડમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જશુભાઇ બામણીયા, માજી તાલુકા પ્રમુખ માનસીંગભાઇ ભાભોર, નાયબ T.D.O. રવીન્દ્રસિંહ સોલંકી, તાલુકાના કર્મચારીઓ, તાલુકા સભ્યો, સરપંચો, તલાટીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદાય લઈ રહેલા T.D.O. ને ફૂલહાર, શ્રીફળ, શાલ ઓઢાડી, ભોરિયુ પહેરાવી વિદાય આપવામાં આવી હતી.
સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે સંજેલી તાલુકા બનતાની સાથે જ લગભગ છ વર્ષ સુધી ઈન્ચાર્જના હવાલે હતો. પરંતુ નવી ભરતી થતાં જ સંજેલી તાલુકાને T.D.O. ની પોસ્ટીંગ થતાં તાલુકામાં થતાં વીજ વિકાસનાં કામોમાં ઝડપી વેગ જોવા મળી હતી.વિદાય લઈ રહેલા તાલુકા વિકાસ અધિકારીનું સંજેલી ખાતે પોસ્ટિંગ થતા જ દાહોદ જીલ્લા વિશે નેગેટિવ સાંભળવા મળ્યું હતું. પરંતુ સંજેલી તાલુકામાં પોસ્ટીંગ થતાં જ કર્મચારીઓ, પદાધિકારીઓ, સરપંચ અને તલાટીઓના સાથ સહકારથી તમામ કામગીરીમાં સંજેલી તાલુકો અગ્રેસર રહ્યો છે. જે મારી જીંદગીમાં કદી ભુલાય તેમ નથી. પ્રધાનમંત્રી કિસાન યોજનામાં પણ સંજેલી તાલુકો જિલ્લામાં પ્રથમ રહ્યો છે. ઇ-ગ્રામ યોજનામાં પણ જિલ્લામાં બે એવોર્ડ આપવામાં આવ્યાં હતાં. જેમાં સંજેલી તાલુકાના TLE એ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આમ સંજેલી તાલુકાની વિવિધ યોજનામાં સારી કામગીરીનો પણ જિલ્લામાં નોંધ લેવામાં આવી છે.