- સંજેલી પોલીસે સઘન ચાઈના દોરીનું ચેકીંગ હાથ ધર્યું હતું.
- ગરીબ બાળકોને પોલીસ વિભાગ તરફથી 600.જેટલા પતંગો નું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોરોનાં બાદ પહેલીવાર ઉત્તરાયણને લઈને પતંગ બજારમાં તેજી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના બાદ પહેલીવાર સંજેલીના નાના મોટા વેપારીઓમાં પતંગ બજારમાં તેજી આવતા ખુશી જોવા મળી હતી જો કે સંજેલીના વેપારી ઓની છેલ્લા કેટલાય સમયથી દિવાળી બગડતી હોય છે ત્યારે પતંગ રસિયાઓનો પતંગોની ખરીદી માટે પહેલીવાર ઉત્સા જોવા મળ્યો હતો. ઉત્તરાયણને લઈને સંજેલી PSI ત્રિવેદીએ પોલીસ સ્ટાફ સાથે સંજેલી નગરમાં ચાઈના દોરીનું ચેકીંગ હાથ ધર્યું હતું, તેમજ જાહેર રસ્તા પર ટ્રાફિક ને અડચણરૂપ દુકાનોના બોર્ડ તેમજ અન્ય દબાણો દૂર કરાયા હતા.
દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સંજેલી તેમજ આજુબાજુના ગામડાના ગરીબ પરિવારના બાળકોને પોલીસ વિભાગ તરફથી 600 જેટલા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું,
હાલમાં સાઇબર ક્રાઇમના વધતા જતા બનાવોને ઘ્યાનમાં લઈ પોલીસ વિભાગ તરફથી પતંગના ઉપર પોલીસ કે કોઈ સુરક્ષા એજન્સી વિડીયો કોલ કરીને ધરપકડ કે તપાસ કરતી નથી. સાયબર ક્રાંતિ સાવધ રહો જેવા સ્લોગન થકી જન જાગૃતિ માટે લખાણ કરી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું .