સંજેલી તાલુકામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સગવડ ના મળતા લોકોને છેક ઝાલોદ સુધી દોડવું પડે છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાને વર્ષ 2014માં કાર્યરત કરવામાં આવ્યો. જેમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ સિવિલ કોર્ટની સગવડ આપવામાં આવી, પરંતુ આજે કેટલાય વર્ષથી સંજેલીનાં 57 જેટલાં ગામડા અને 4 તાલુકાની બોર્ડર વાળા 80% લોકો વિવિધ સરકારી નોકરી ધરાવતા એવા મોટા વિસ્તારમાં SBI બેંક ની સગવડ આપવામાં આવી નથી.
આ વિસ્તારમાં ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા કલેકટરને પણ રજૂઆતો કરવામાં આવેલી છે, પરંતુ આ રજુઆતની ફાઈલો ક્યાં ધૂળ ખાય છે તેજ સમજાતું નથી. આથી સંજેલી તાલુકાના નાના મોટા નોકરિયાત તેમજ પેન્શન ધારકો અને મોટા વેપારીઓ સહિત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ આરોગ્ય વિભાગ, વનવિભાગની કચેરીના લોકોને પણ ખુબ જ મુશ્કેલી પડે છે. જો કે હાલમાં સંજેલી તાલુકામાં બેંક ઓફ બરોડા, બરોડા-ગુજરાત ગ્રામીણ બેંક તેમજ પી.ડી.સી. બેંક કાર્યરત છે, પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સગવડ નથી. ત્યારે સરકારી તંત્ર સંજેલી તાલુકાને વહેલી તકે આ બેંકનો લાભ આપવામાં આવે તેવી વ્યાપક માંગ છે.