FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાય સમય થી નકલી નોટો ની ચર્ચા ચાલી રહી છે ત્યારે સંજેલી ખાતે તા.૨૧/૦૩/૨૦૧૭ના રોજ સાંજના સુમારે આશરે ૦૫:૩૦ કલાકે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીને આધારે સંજેલીની માંડલી ચોકડી પાસે વોચ ગોઠવતા મળેલી માહિતીના આધારે બંને નબીરા જોવાતા (૧) સુરેશ સુરમાભાઇ ડામોર રહે. વાટેડા ફળિયું, નાની સંજેલી. તા. લીમખેડા, અને (૨) જયેશ તીજીયાભાઈ ચારેલ રહે. ગોવિંદાતળાઈ, તા. સંજેલી ની અંગઝડતી લેતા બંને નબીરા પાસેથી ૨૦૦૦ દરની ૧ નોટ, ૫૦૦ ના દરની ૧ નોટ, ૧૦૦ ના દરની ૨ નોટ તથા ૫૦ ના દરની ૨ નોટ, ૨૦ ના દરની ૪ નોટ મળી કુલ ૧૦ નોટોના કુલ રૂપિયા ૨૮૮૦ની ભારતીય ચલણની નકલી નોટો પોલીસને હાથે લાગી હતી.
છેલ્લા ચાર પાંચ દિવસથી સંજેલી નજીકમાં આવેલ લીમખેડા તાલુકાનાં પરમારના ડુંગર માથી ભારતીય ચલણી નોટો છાપવાનું મસમોટું કારખાનું જિલ્લા પોલીસે ઝડપી પડ્યું હોવાની ચર્ચાએ સમગ્ર દાહોદ, પંચમહાલ તેમજ મહિસગા જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
મળેલ બાતમીના આધારે જિલ્લા એસ.ઓ.જી. શાખાના આર.એમ.પરમાર વોચ ગોઠવતા બંને નબીરાને `૨૮૮૦ ની ભારતીય ચલણી નકલી નોટો સાથે રંગે હાથ ઝડપી પડ્યા હતા અને સંજેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી આ બંને ઇસમો પાસેથી પકડાયેલી ચલણી નોટો ખરા ચલણ તરીકે ઉપયોગમાં લેવાના ઇરાદે પોતાની નોટો નકલી છે તેમાં જાણવા છતાં નાણાકીય વ્યવહારમાં ખરા ચલણ તરીકે ઉપયોગમાં કરવાની કોશિશ કરતાં હતા જે સમય દરમિયાન બંને નબીરા પાસેથી પકડાયેલી ચલણી નોટો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પંચો રૂબરૂ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હાલ ૨૮૮૦ નકલી નોટોનો પોલીસ ચોપડે ગુનો નોંધ્યો છે ત્યારે નકલી નોટો વધુ માત્રામાં હોવાનું સંજેલી નગરમાં ચર્ચામાં રહ્યું છે. ત્યારે નોંધાયેલી ફરિયાદ સામે ચર્ચાના વિષય પ્રમાણમા પોલીસ કામગીરીમાં શંકાની સોય જેવી સ્થિતિ જોવા મળી રહી છે.